સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ : મોરબી જિલ્લામાં ધોરણ 10ના પેપરમાં કૂલ 197 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું જેમાં કૂલ 197 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જો કે આજે સામાજિક વિજ્ઞાનનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં આજે લેવાયેલા ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માધ્યમાં કૂલ 10924 વિદ્યાર્થીઓમાંથી 10729 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 195 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 434માંથી 432 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે સામાજિક વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમ)માં તમામ 12 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text