મોરબી ભારત વિકાસ પરિષદમા નવા હોદ્દેદારોની વરણી કરાઈ

- text


મોરબી : સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના વર્ષ 2024-25ની ચૂંટણી આજે 15 માર્ચના રોજ મોરબીની મહેશ હોટેલ ખાતે યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરીમાં સર્વ સમંતિથી નવી ટીમને જવાબદારી સોંપાઈ હતી અને હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના નવા હોદ્દેદારોમાં અધ્યક્ષ તરીકે ડો. જયેશભાઈ પનારા, સચિવ તરીકે હિંમતભાઈ મારવાણીયા અને કોષાધ્યક્ષ તરીકે ચિરાગભાઈ હોથીએ કાર્યભાર સંભાળ્યો છે.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા આજે યોજાયેલી સાધારણ સભામાં રીજિયન સેક્રેટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, રીજિયન સેક્રેટરી સંપર્ક વિભાગના જેઠસુરભાઈ ગુજરિયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંગઠન મંત્રી કરશનભાઈ મેહતા તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત NGSC ના સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા તથા આનંદનગર શાખા રાજકોટના અધ્યક્ષ રમેશભાઈ દત્તા તથા મોરબી શાખાના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મોરબી શાખાના સંગઠન મંત્રી તથા સોરાષ્ટ્ર કચ્છના ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસંયોજક દિલીપભાઈ પરમારે કર્યુ હતું.

- text

- text