ઉંટબેટ મુકામે ખોરાકના અભાવે મરણ પામેલ ઉંટોના પાલકોને વળતર આપવા રજૂઆત

- text


મોરબી : મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) મુકામે ખોરાકના અભાવે આશરે 70 જેટલા ઉંટોનું મરણ થયું હોય જેથી તેના પાલકોને યોગ્ય વળતર આપવા જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) મુકામે જત સમાજના પશુપાલકો દ્વારા ઉંટઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે અને તેનું લાઇસન્સ પણ ધરાવે છે. આ પશુપાલકો દ્વારા ખારાઇ ઉંટનો ઉછેર કરવામાં આવે છે અને તેનો મુખ્ય ખોરાક દરિયાઈમાં ઉગતી વનસ્પતિ ચેર છે. પરંતુ આ વનસ્પતિ ઉગે છે તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આડસ ઉભી કરવામાં આવી હોય જેથી ઉંટને ખોરાક મળતો નથી. આમ ખોરાક ન મળવાના અભાવે આ વર્ષે નાના મોટા કુલ 70 જેટલા ઉંટોનું મરણ થયું છે. જેથી ગરીબીની રેખા નીચે જીવતા આ લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ પરિવારને યોગ્ય આર્થિક વળતર આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text