મોરબીના ત્રાજપરમા વિનામૂલ્યે RTEના ફોર્મ ભરી અપાશે

- text


મોરબી : મોરબી ભાજપના આગેવાન વિનોદભાઈ નાથાભાઈ ડાભી દ્વારા મોરબી, માળિયા, ટંકારા તથા પડધરી વિસ્તારના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ત્રાજપર ખાતે RTEના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે.

- text

આવતીકાલે તારીખ 14 માર્ચથી 26 માર્ચ સુધી RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે ભાજપના આગેવાન વિનોદભાઈ ડાભી દ્વારા ત્રાજપરની અંબિકા સોસાયટી ખાતે બંગલા નંબર-1 ખાતે વિનામૂલ્યે RTEના ફોર્મ ભરી આપવામાં આવશે. ફોર્મ ભરવા માટે આવનારે સાથે ૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો. ૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ) ૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર ૪. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો ૫. વાલીનો આવકનો દાખલો (મામલતદારનો) ૬. વિદ્યાર્થીનું આધાર કાર્ડ ૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક સાથે લાવવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 98258 50594 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text