હળવદ માર્કેટિંગ યાર્ડને સરકારી જમીન ફાળવવા મહેસુલ વિભાગની લીલીઝંડી

- text


ધારાસભ્ય પ્રકાશ વરમોરાના પ્રયાસોને પરિણામે હળવદ યાર્ડને વિશાળ જગ્યા મળશે

હળવદ : ધારાસભ્ય પ્રકાશ વરમોરાના પ્રયાસોથીહળવદ માર્કેટિંગ યાર્ડને સરકારી જમીન ફાળવવા મહેસુલ વિભાગની લીલીઝંડી આપી છે. જેથી રૂ.૩.૫૮ કરોડ જેટલી નિયત રકમ ભર્યા બાદ કલેકટર તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

- text

મહેસુલ વિભાગે આ મામલે સૂચના જાહેર કરી છે કે હળવદના સરકારી ખરાબાના સ.નં. ૨૬૫૧/પૈકી ૨/૭૮ની જમીનમાંથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – હળવદને માંગણી કરેલ હે.આરે. ૬-૩૬-૪૭ ચો.મી. જમીનમાંથી ૫૯૧૮૧.૫ ચો.મી. ની ખુલ્લા પ્લોટના પ્રવર્તમાન જંત્રીદર રૂ.૧૭૩૦/- લેખે કુલ જંત્રી આધારિત રકમ ના સંદર્ભ(૭) દર્શિત ઠરાવની જોગવાઈઓને આધીન ૩૫% લેખે જંત્રીકિંમત રૂ.૩,૫૮,૩૪,૩૯૯/- તથા વસુલવાપાત્ર અન્ય તમામ ઈત્તરવેરાઓ/કયુટી/ચાર્જીસ/ફ્રી વસુલીને શરતોને આધીન ફાળવવામાં આવે.

- text