વાંકાનેરના પંચાસર ગામના સસ્તા અનાજના વિક્રેતાને રૂ.1.61 લાખનો દંડ

- text


મામલતદારના ચેકિંગમાં ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ આવતા કલેકટરે ફટકાર્યો દંડ

મોરબી : વાંકાનેર તાલુકાના પંચાસર ગામે મામલતદાર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં દરોડો પાડી ગેરરીતિ સબબ તપાસણી કરવામાં આવતા સસ્તા અંજના વિક્રેતાને ત્યાંથી હાજર સ્ટોક અને હિસાબી સાહિત્ય વચ્ચે ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ આવતા આ અંગેનો કેસ કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતા જિલ્લા કલેકટર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાને 1.61 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે સસ્તા અનાજના વિક્રેતા ઇશદિ યુનુશભાઈ સિપાઈ દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદને આધારે મામલતદાર દ્વારા સસ્તા અનાજના વિક્રેતાને ત્યાં દરોડો પાડી ગેરરીતિ સબબ તપાસણી કરવામાં આવતા ઓનલાઇન ફિઝિકલ જથ્થા સસ્તા અને હાજર જથ્થા વચ્ચે તફાવત આવતા ઘઉં, ચોખા અને ખાંડના જથ્થામાં ઘટ મામલે કેસ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલી જતા જિલ્લા કલેકટર દ્વારા સસ્તા અનાજના વિક્રેતા ઇશદિ યુનુશભાઈ સિપાઈને રૂપિયા 1,61,585નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text