હળવદના ઈશ્વરનગર ગામેથી સગીરાનું અપહરણ

- text


હળવદ : હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે ખેતમજૂરી કરવા આવેલા છોટાઉદેપુર જિલ્લાના શ્રમિક પરિવારની સગીરવયની દીકરીને છોટાઉદેપુર જિલ્લાના જ વતની એવો આરોપી અક્ષય શૈલેષભાઈ રાઠવા રહે. ગુંડાવાડા તા. જી.છોટાઉદેપુર વાળો બદકામ કરવાને ઇરાદે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી જતા હળવદ પોલીસ મથક ફરિયાદ નોંધાઈ છે.

- text