મોરબીના ઘુંટુ, મકનસર અને ભાડિયાદમાં જુગારના ચાર દરોડામાં 12 જુગારી પકડાયા

- text


મોરબી તાલુકા પોલીસે જુગારીઓ ઉપર સપાટો બોલાવ્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસે જુગારની પ્રવૃત્તિ ડામવા સઘન પેટ્રોલિંગ કરી ઘુંટુ, મકનસર અને ભાડિયાદમાં અલગ અલગ ચાર દરોડા પાડી 12 જુગારીઓને જુગાર રમતા પકડી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામે હરીઓમ પાર્ક સોસાયટીની સામે નાગબાઇની ડેરી પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા અને રાહુલભાઇ રાજેશભાઇ દુદકીયાને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 340 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં પોલીસે મકનસર ગામે બેન્ક વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી બાબુભાઇ જગાભાઇ રાતેયા, જગદીશભાઇ ધીરૂભાઇ દેગામા અને ભગવાનજીભાઇ કાનજીભાઇ દેગામાને તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3610 કબ્જે કાર્ય હતા.

- text

ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે ભડીયાદ ગામે રામાપીરના ઢોરે રામદેવપીરના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આરોપી અનિલભાઇ સોમાભાઇ જંજવાડીયા, નાથાલાલ છગનભાઇ સીતાપરા, રાહુલભાઇ રમેશભાઇ જંજવાડીયા અને રાજેશભાઇ મનસુખભાઇ બોહકીયાને તીનપતિઓ જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1440 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે ચોથા દરોડામાં મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના નવા મકનસર ગામે પાણી ટાંકી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શંકરભાઇ ટીકુભાઇ દેગામા, રમેશભાઇ ઉર્ફે ડેની બાબુભાઇ દેગામા અને શૈલેષભાઇ ધીરૂભાઇ દેગામાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3220 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text