ભારે કરી ! ઘરધણીની જાણ બહાર બુટલેગર દુકાનમાં દારૂનો જંગી જથ્થો સંતાડી ગયો 

- text


વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં પડતર દુકાનમાંથી વિદેશી દારૂની 564 બોટલ પકડાઈ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં સરકારી ખરાબામાં બનાવેલી દુકાનમાં અજાણ્યા બુટલેગરો દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આ પડતર ગોડાઉનમાંથી વિદેશી દારૂની 564 બોટલ મળી આવી હતી. જો કે, પડતર દુકાનમાં દારૂ ઠાલવાયો હોવા અંગે દુકાન માલિક પણ અજાણ હોવાનું સામે આવ્યું છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં સરકારી ખરાબામાં ભરતભાઇ વીરાભાઇ સોનારા રહે.ઠીકરીયાવાળી વાળાએ બનાવેલ દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા આ દુકાનમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની 564 બોટલ કિંમત રૂપિયા 2,13,900નો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. વધુમાં આ દુકાનમાંથી ઝડપાયેલ દારૂના જથ્થા અંગે દુકાન માલિક અજાણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

- text