જાગતા ધારાસભ્ય ! મોરબીમા નાની કેનાલ રોડમાં નબળું કામ લોકોએ બંધ કરાવતા કાંતિલાલ તુરત જ મેદાને

- text


સ્થાનિકોનો આરોપ રોડ ખોદયા વગર જ કામ કરી દેવાયું, ડબલ પટ્ટી રોડ આપવા પણ માંગ, કાંતિલાલે સવારે એન્જીનીયર સાથે સ્થળ વિઝીટ કરવા સંદેશ આપ્યો

મોરબી : મોરબીના પંચાસર રોડ નજીક આવેલ ટ્રાફિકથી ધમધમતા નાની કેનાલ રોડ ઉપર અચાનક જ પાલિકા દ્વારા રોડનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ રોડ ખોદયા વગર જ સિમેન્ટ રોડ બનાવવાનું નબળી ગુણવત્તાનું કામ થતું હોવાના આરોપ ઉપરાંત ડબલ પટ્ટી રોડ બનાવવાની માંગ કરી કામ અટકાવી દીધું હતું. આ સમાચાર મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ મોરબીના જાગતા ધારાસભ્ય તુરત હરકતમાં આવ્યા હતા અને વીડિયો સંદેશ મોકલી આવતીકાલે રવિવારે તેઓ જાતે એન્જીનીયર સાથે સ્થળ વિઝીટ કરી લોકપ્રશ્નનું નિરાકરણ લાવશે તેવી ખાતરી આપી હતી.

મોરબીના પંચાસર રોડ નજીક આવેલ નાની કેનાલ રોડ ઉપર નગર પાલિકા દ્વારા શનિવારે કોઈ આગોતરી જાણકારી વગર જ સિમેન્ટ રોડનું કામ શરૂ કરી કલાકોના સમયગાળા જ રોડનું ખોદકામ કર્યા વગર જ રોડ બનાવી નાખતા સ્થાનિક લોકોએ એકત્રિત થઈ કામને અટકાવી દીધું હતું.

- text

વધુમાં લોકોએ સિમેન્ટ રોડનું અટકાવવાની સાથે રોડને પૂરતા પ્રમાણમાં ખોદી લેવલ કરી વારંવાર રોડની તોડફોડ ન થાય તે માટે ભૂગર્ભ લાઇન અને અન્ય કેબલની કામગીરી પૂર્ણ કરી બાદમાં ડબલ પટ્ટી રોડ બનાવવામાં માંગણી કરી હતી. સમગ્ર મામલે મોરબી અપડેટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા આ અહેવાલની નોંધ લઈ મોરબીના જાગૃત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વીડિયો સંદેશ જારી કર્યો હતો.

જાગતા ધારાસભ્ય કાંતિલાલે વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, મોરબી અપડેટનો અહેવાલ જોઈ સમગ્ર બાબત તેમના ધ્યાને આવી છે જેથી હવે કાલે રવિવારે તેઓ જાતે એન્જીનીયર સાથે નાની કેનાલ રોડની મુલાકાત લેશે અને લોકોના પ્રશ્નને ઉકેલી નાખશે, સાથે જ તેઓએ પણ રોડનું કામ બંધ કરવા સૂચના આપી હોવાનું જણાવી મોરબીના લોકોની જાગૃતતાને બિરદાવી હતી.

- text