છબરડો : ધો.10ના રિપીટર વિદ્યાર્થીએ પસંદ કર્યો હિન્દી વિષય, પણ હોલ ટીકીટમાં આવ્યો સંસ્કૃત

- text


મોરબી : મોરબીના એક ધો.10ના રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટે હિન્દી વિષય પસંદ કર્યો હતો. પણ છબરડાને કારણે હોલ ટિકિટમાં સંસ્કૃત વિષય આવ્યો છે. આ વિદ્યાર્થીએ રિસીપ્ટમાં ભૂલ સુધારવા માટે પ્રિન્સિપાલને લેખિત રજુઆત પણ કરી છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં પરિમલ બાજુમાં મોચી શેરીમાં રહેતા સોલંકી કરણ વિજયભાઈએ વી.સી.ટેક.હાઈસ્કૂલના પ્રિન્સિપાલને રજુઆતમાં જણાવ્યુ છે કે તે ધો.10માં રિપિટર તરીકે અભ્યાસ કરે છે. જ્યારે બોર્ડના ફોર્મ ભરવાના શરૂ થયા હતા ત્યારે તેને ફોર્મમાં ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ અને હિન્દી એમ 6 વિષય ભરવાની માહિતી આપી હતી. પરંતુ ક્લાર્કની ભૂલને કારણે હોલ ટિકિટમાં હિંદીને બદલે સંસ્કૃત વિષય દર્શાવવામાં આવ્યો છે. આ હોલ ટિકિટમાં ફેરફાર કરી આપવામાં આવે તેવી તેને માંગ કરી છે.

- text