મોરબીમાં સર્વાઈકલ કેન્સરની જાગૃતી અર્થે કાલે રવિવારે સાઇકલ રાઈડ

- text


મોરબી : મોરબીમાં રોટરી કલબ દ્વારા સર્વાઈકલ કેન્સરની જાગૃતિ અર્થે આવતીકાલે રવિવારે સાયકલોફન 2024 શક્તિ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 6 વાગ્યે સ્વામિનારાયણ મંદિર, જીઆઇડીસી શનાળા રોડ, મોરબી ખાતેથી સાઇકલ રાઈડ શરૂ થશે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા પ્રેસિડેન્ટ સોનલ શાહ, સેક્રેટરી રવીન આશર અને પ્રોજેકટ ચેરમેન સ્વાતિ પોરિયાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text