અનેક સંઘર્ષો વેઠી હળવદ પંથકના યુવાને અંતે PSI બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું..

- text


હળવદ : અડગ મન અને દ્દઢ નિશ્ર્ચયથી સિધ્ધિ હાંસિલ કરી શકાય છે જેનું ઉદાહરણ હળવદ તાલુકાના મેરુપર ગામના સામાન્ય કુંટુંબમા જન્મેલા ગોપાલભાઈ રામસંગભાઈ આલે ચરિતાર્થ કરી બતાવી છે. ગામની શાળામા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી નાલંદા વિદ્યાલય હળવદમા ધોરણ ૧૨ સાયન્સ પાસ કરી B.E મિકેનિકલ સાથે ૨૦૧૪ ગ્રેજ્યુએશન કર્યું.

અભ્યાસકાળ દરમિયાન જ પિતાનું દુખદ અવસાન થતા કુંટુંબની આર્થિક જવાબદારી પણ પોતાના શિરે આવી છતાં હૈયામા એક જ લગન હતી કે PSI બની લોકોની સુરક્ષા અને સલામતી માટે કામ કરવું છે. આર્થિક ભીંસના લીધે ૨૦૧૫મા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની નોકરી સ્વીકારી મહેનત ચાલુ રાખી ૨૦૧૫મા PSIની પરીક્ષામા નિષ્ફળતા મળી છતાં હિમત ન હારી અને ૨૦૧૭માં ફરી PSIની પરીક્ષામા ગ્રાઉન્ડમા જ નિષ્ફળતા મળી હતી. PSI બનવાનું લક્ષ નજર સામે હતું.

- text

તેથી વધારે તૈયારી કરી શકવાના હેતુંથી ૨૦૧૭મા તલાટી કમ મંત્રી તરીકેની નોકરી સ્વિકારી, તલાટી કમ મંત્રીની નોકરી પ્રામાણિકતાથી કરતાં કરતાં ફિક્સ પગારમાથી કુટુંબનું ભરણ પોષણ કરવાની સાથે સતત મહેનત ચાલુ રાખી અને આખરે અથાગ મહેનત અને સંઘર્ષને ઝીલતા ઝીલતાં ૨૦૨૨ ત્રીજો પ્રયત્ન કરી PSI ની પરીક્ષામા ૧૧૯ મો રેન્ક મેળવી સફળતા હાંસિલ કરી છે. તેઓએ ૧ વર્ષ કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે PSI ની ટ્રેઈનીંગ પુરી કરી અમદાવાદ ખાતે PSI તરીકે નિમણુક મેળવી સાબિત કરી દીધુ છે કે સખત પરિશ્રમ અને અડગ મનથી ધારીએ તે કરી શકાય.

- text