મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા RTE હેઠળ શાળા પ્રવેશના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

- text


મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત વર્ગના તમામ સમાજના બાળકોના આર.ટી.ઈ. એક્ટ અંતર્ગતના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટૂ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ- ૨૦૦૯ ની કલમ ૧૨(૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધો. ૧મા નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧જુન ૨૦૨૪ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને સરકારની સૂચના મુજબ નિયમો મુજબ અગ્રતા ક્રમ ધરાવતા હોય તેજ બાળકોને આ યોજના અંતર્ગર પ્રવેશ મળશે.

ફોર્મ ભરવા માટેનું સ્થળ લવકુશ કોમ્પ્લેક્સ, બેલ પીઆતોઝ બાજુમાં, કાનાભાઈ દાબેલી વાળાની સામે, રવાપર રોડ, મોરબી રહેશે. ફોર્મ ભરવા આવો ત્યારે કોલ કરીને આવવું :

દિલીપ દલસાણીયા મો. 8000827577

આર.ટી.ઈ. એક્ટ હેઠળ ફોર્મ ભરવા માટે આવશ્યક સૂચનાઓ

● ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની તારીખ ૧૪/૦૩/૨૪ થી ૨૬/૦૩/૨૪ (દિવસ ૧૩)

● જિલ્લા કક્ષાએ અરજી ફોર્મ ચકાસણી કરી એપ્રુવ/રિજેક્ટ કરવાની તારીખ ૧૪/૦૩/૨૪ થી ૨૮/૦૩/૨૪ (દિવસ ૧૫)

● પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ ૦૬/૦૪/૨૪

અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ

● જન્મનું પ્રમાણપત્ર (૦૧/૦૬/૨૪ સુધીમાં ૬ વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ)

● રહેઠાણનો પુરાવો(આધાર કાર્ડ/પાસપોર્ટ/લાઇતબીલ/રેશન કાર્ડ/નોટોરાઈઝડ ભાડા કરાર)

- text

● બાળક અને માતા/પિતાનું આધાર કાર્ડ

● સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો

● સક્ષમ અધિકારીનો આવકનો દાખલો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો, ગ્રામ્ય વિસ્તાર માટે, ૧૨૦૦૦૦/- શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦/-)

● બાળક અથવા વાલીની બેંક પાસબુક

● બાળક આંગળવાડીમાં અભ્યાસ કરેલ છે એ મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

● ૦ થી ૨૦ ના સ્કોર વાળો બી.પી.એલ. કાર્ડ(હોય તો)

● પાસપોર્ટ સાઈઝ ફોટો

● માતા/પિતા ની સહી નો નમૂનો

● પાન કાર્ડ

● ઈન્કમટેક્ષ રીટર્ન તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન.

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર તારીખ ૧૪/૦૩/૨૪ થી તારીખ ૨૬/૦૩/૨૪ ઓનલાઈન ભરી શકશે. ફોર્મ સાંજે ૭:૦૦થી ૯:૦૦ સુધીમાં ભરી આપવામાં આવશે.

- text