મોરબી મેડિકલ કોલેજની છત ધરાશાયી થવા પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને શોકોઝ

- text


બાંધકામ સાઈટ ઉપર સલામતીના સાધનોની ઉણપ મામલે મેડિકલ કોલેજ બાંધકામ સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબીમાં નવી બની રહેલ મેડિકલ કોલેજની છત ધરાશાયી થવા પ્રકરણમાં માર્ગ અને મકાન વિભાગ આરોગ્યના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા સમગ્ર મામલે મેડિકલ કોલેજનો બાંધકામ કોન્ટ્રાકટ ધરાવતી કતીરા કન્ટ્રકશન કંપનીને દુર્ઘટના સંદર્ભે શોકોઝ ફટકારી બાંધકામ સાઈટ ઉપર સલામતીના સાધનોમાં ઉણપ કેમ રાખવામાં આવી તે મામલે ખુલાસો પૂછવામાં આવ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોરબી -રાજકોટ રોડ ઉપર શનાળા નજીક નવી બંધાઈ રહેલી મેડિકલ કોલેજની છત ધરાશયી થવા પ્રકરણમાં પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત બનતા માર્ગ અને મકાન વિભાગ આરોગ્યના પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા સમગ્ર મામલે મેડિકલ કોલેજનો બાંધકામ કોન્ટ્રાકટ ધરાવતી કતીરા કન્ટ્રકશન કંપનીને દુર્ઘટના સંદર્ભે શોકોઝ ફટકારી બાંધકામ સાઈટ ઉપર સલામતીના સાધનોમાં ઉણપ કેમ રાખવામાં આવી તે મામલે ખુલાસો પૂછવામાં આવ્યો હોવાનું સાઈટના નાયબ ઈજનેર નાથાણીએ જણાવ્યું હતું.

- text