વાંકાનેરની સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલી સરકારી હોસ્પિટલની આજે ગુરુવારે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના ડોક્ટરોની સાથે ચર્ચા કરી હોસ્પિટલને લગતી જે કાંઈ જરૂરિયાત હોય તે સાધનો વિકસાવવા તેમજ હોસ્પિટલના સ્ટાફની નવી ભરતી કરવી તેના વિશે ચર્ચા વિચારણા કરી હતી.

રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ વાંકાનેર હોસ્પિટલના દરેક વોર્ડની અંદર મુલાકાત લઇ ડાયાલિસિસ વોર્ડ, લેબોરેટરી વોર્ડ, ઈમરજન્સી વોર્ડ, ઓપીડી, કોવિડ આઈ. સી. પી. સી. આર. ડીલેવરી વિભાગ, ઓપરેશન થિયેટર વિભાગ, ફિઝિયોથેરાપી વગેરે વોર્ડની અંદર જઈ દર્દીઓ સાથે પણ મુલાકાત કરી તેમજ હોસ્પિટલના સ્ટાફના જે કંઈ પ્રશ્નો હતા તેના વિશે પણ ચર્ચાઓ કરી હતી.

- text

- text