વાંકાનેરમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રેલી યોજાઇ

- text


વાંકાનેર : વાંકાનેરમાં મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિના ચિત્રો, સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી.

- text

લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરમાં મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના 100 વિદ્યાર્થીઓ તથા શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની 80 જેટલી બહેનો દ્વારા મામલતદાર કાનાણી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં તથા આચાર્ય નિલેશભાઈ ધોકિયા, દર્શનાબેન જાની અને મામલતદાર કચેરીના જુવાનસિંહભાઈ ખેરની હાજરીમાં મતદાન જાગૃતિના ચિત્રો, સૂત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. આ રેલી વાંકાનેરના મુખ્ય વિસ્તારમાંથી પસાર થઈ હતી અને આગામી ચૂંટણી માટે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલી વાંકાનેરમાં વિવેકાનંદ સ્ટેચ્યુથી શરૂ થઈ કોલેજ, બસસ્ટેન્ડ, મનમંદિર જેવા મુખ્ય રોડ પરથી પસાર થઈ હતી અને આગામી ચૂંટણી માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની બહેનો દ્વારા વિશેષ પ્રયોગ કરી મતદાનના શ્લોગન સાથે મહેંદી સ્પર્ધા પણ યોજી હતી અને મતદાન જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતા.

- text