કોડીન શિરપનું ગોડાઉન ઝડપાયાના કેસમાં 3 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર

- text


અન્ય કોણ સંડોવાયેલ છે ? શિરપનો જથ્થો કયા કયા વેચ્યો ? તે સહિતની દિશામાં કરાશે પૂછપરછ

મોરબી : મોરબી નજીકથી એલસીબીએ દરોડો પાડી 90 હજાર બોટલ કોડીન શિરપ ઝડપી પાડયાના કેસમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસે રંગપર નજીક દરોડો પડી 90,000 બોટલ કોડીન શીરપના જથ્થા સાથે ત્રણ આરોપી જેમાં ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા, ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ અને કલીનર- મહમદઅબ્દુલકરીમ મહમદ અબ્દુલ રહેમાનને ઝડપી આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અને રિમાન્ડ દરમ્યાન અન્ય આરોપી ક્યાં છે અને બીજું કોણ કોણ સંડોવાયેલું છે, સીરપ ક્યાં મોકલવામાં આવી હતી વગેરે અંગે પુછપરછ કરવામાં આવશે તેમ તપાસનીશ પીઆઇ એચ. એ. જાડેજાએ જણાવ્યું હતું.

- text