4 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 માર્ચ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ મહા, પક્ષ વદ, તિથિ આથમ આઠમ, વાર સોમ છે. આજની તારીખે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ (ભારત) અને વિશ્વ સ્થૂળતા દિવસ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1411 – અમદાવાદ શહેરને ગુજરાત સલ્તનતની રાજધાની બનાવવામાં આવી.
1837 – શિકાગો શહેરની સ્થાપના થઇ.
1882 – બ્રિટનની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ પૂર્વ લંડનમાં શરૂ કરવામાં આવી.

1921 – આ દિવસે અસહકાર ચળવળ અંતર્ગત નનકાનાના ગુરુદ્વારામાં અંગ્રેજ સૈનિકોએ કરેલા ગોળીબારમાં 70 લોકોએ જીવ ગુમાવ્યો,
1931 – બ્રિટિશ વાઇસરોય, ગવર્નર-જનરલ એડવર્ડ ફ્રેડરિક લિન્ડલી વુડ અને મોહનદાસ કરમચંદ ગાંધીજી (મહાત્મા ગાંધી) મળ્યા અને રાજકીય કેદીઓને મુક્ત કરવા અને મીઠાના જાહેર ઉપયોગની મુક્તિ અંગે પરામર્શ અને એકરારનામાની જાહેરાત કરી.
1933 – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ યુનાઇટેડ સ્ટેટ્સના ૩૨મા રાષ્ટ્રપતિ બન્યા.
1966 – ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની (National Safety Day) ઉજવણીની શરૂઆત થઇ. ભારતમાં દર વર્ષે 4 માર્ચના રોજ નેશનલ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે. એક અઠવાડિયા સુધી ચાલનાર સુરક્ષા અભિયાન પણ આ દિવસથી જ શરૂ થાય છે. કાર્યસ્થળો પર સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1966માં 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની પણ સ્થાપના કરવામાં આવી હતી.
1980 – રાષ્ટ્રવાદી નેતા રોબર્ટ મુગાબે ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીને ઝિમ્બાબ્વેના પ્રથમ અશ્વેત વડાપ્રધાન બન્યા.
1985 – ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રએ એચઆઇવી ચેપ માટેના રક્ત પરીક્ષણને મંજૂરી આપી.
1998 – ભારતના પ્રકાશ શાહની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા બગદાદમાં વિશેષ પ્રતિનિધિ પદે નિમણૂક કરવામાં આવી.

2001 – તાલિબાને ઈરાનની મૂર્તિઓ ખરીદવાની ઓફરને નકારી કાઢી.
2002- કોમનવેલ્થમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો, અફઘાનિસ્તાનમાં ભૂસ્ખલનને કારણે 150ના મોત થયા.
2003 – નાઈજીરીયાના કબ્બી રાજ્યમાં નાઈઝર નદીમાં બોટ ડૂબી જવાથી 80 લોકોના મોત થયા હતા.
2008- તેલંગાણા રાજ્યની રચનામાં વિલંબથી નારાજ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના ધારાસભ્યોએ આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જાણીતા હિન્દી ભાષાના વિદ્વાન ડૉ. મદન લાલ મધુને મીડિયા યુનિયન દ્વારા પ્રતિષ્ઠિત સ્વર્ણક્ષર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા છે.
2009 – ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. બ્રહ્મોસ મિસાઈલના નવા વર્ઝનનું રાજસ્થાનના પોખરણમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- text

પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ

1519 – હિંદલ મિર્ઝા, મોગલ બાદશાહ (અ. ૧૫૫૧)
1856 – તોરુ દત્ત – અંગ્રેજી ભાષાના પ્રતિભાવાન કવિયત્રી.
1883 – દરબન સિંહ નેગી – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ એવા કેટલાક ભારતીય સૈનિકો પૈકીના એક હતા જેમને બ્રિટિશ રાજનો સૌથી મોટો યુદ્ધ પુરસ્કાર “વિક્ટોરિયા ક્રોસ” મળ્યો હતો.
1886 – બલુસુ સંબમૂર્તિ – મદ્રાસના અગ્રણી સ્વતંત્રતા સેનાની.

1921 – ફણીશ્વરનાથ રેણુ – લેખક, હિન્દી ભાષાના સાહિત્યકાર (અ. ૧૯૭૭)
1922 – દીના પાઠક – પ્રખ્યાત ગુજરાતી થિયેટર અને ફિલ્મ કલાકાર. હિંદી ચલચિત્ર અભિનેત્રી અને દિગ્દર્શક (અ. ૨૦૦૨)
1923 – દિવાન સિંહ દાનુ – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય સૈનિક હતા.
1929 – કોમલ કોઠારી – રાજસ્થાનના લોકગીતો અને વાર્તાઓના સંગ્રહક અને સંશોધન માટે સમર્પિત વ્યક્તિ હતા.
1930 – વીરેન્દ્ર કુમાર સકલેચા – મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ 10મા મુખ્યમંત્રી હતા.
1941 – પ્રમોદ કાલે – ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિક.

1980 – રોહન બોપન્ના – ભારતીય ટેનિસ ખેલાડી.
1980 – કામાલિની મુખર્જી – ભારતીય ફિલ્મ અભિનેત્રી.
1996 – કમલપ્રીત કૌર – ભારતીય ડિસ્ક થ્રોઅર મહિલા ખેલાડી.
2003 – ગાયત્રી ગોપીચંદ – ભારતીય બેડમિન્ટન ખેલાડી.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1899 – ઠાકુર જગમોહન સિંહ – મધ્ય પ્રદેશમાં સ્થિત વિજયરાઘવગઢના રાજકુમાર અને પ્રખ્યાત લેખક.
1928 – સત્યેન્દ્ર પ્રસન્ના સિંહા – પ્રખ્યાત ભારતીય વકીલ અને રાજકારણી.
1939 – લાલા હરદયાલ – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને ‘ગદર પાર્ટી’ના સ્થાપક. (જ. ૧૮૮૪)
1939 – પિંગળશી પાતાભાઈ ગઢવી, ભાવનગર રજવાડા સમયના રાજકવિ

2007 – સુનીલ કુમાર મહતો – ભારતીય સાંસદ.
2009 – અજિત રામ વર્મા – પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક.
2011 – અર્જુન સિંહ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
2016 – પી.એ. સંગમા – ભારતીય વકીલ અને રાજકારણી, લોકસભાના સ્પીકર (જ. ૧૯૪૭)
2022 – શેન વોર્ – ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text