મોરબી નજીક ટાઇલ્સના કારખાનામાંથી શંકાસ્પદ પ્રવાહીનો ૧૯૦૦ લીટરનો જથ્થો ઝડપાયો

- text


ડીઝલના નામે પ્રવાહીનું વેચાણ કરાતું, પ્રવાહીના સેમ્પલને એફએસએલમાં મોકલાયુ

મોરબી : મહેન્દ્રનગર પાસે સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પેદાશના વેચાણ સામે આજે પોલીસ, મામલતદાર અને પુરવઠા તંત્રએ સંયુક્ત રીતે દરોડો પાડી ૧૯૦૦ લિટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડયો છે.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં એલડીઓ અને બાયોડિઝલના નામે ભેળસેળયુક્ત અન્ય પેટ્રોલિયમ પેદાશોનો અનધિકૃત અને ગેરકાયદેસર રીતે વેપલો કરવામાં આવતો હોવાની વારંવાર રાવ ઉઠવા પામી છે. ત્યારે મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલ હોટેલ ફર્નની બાજુમાં આવેલ સુનોરા ટાઈલ્સ પ્રા.લી. નામના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર રીતે ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે મોરબી એલસીબી પીએસઆઇ ભોચીયા, બી ડિવિઝન પીએસઆઇ ઝાલા, પુરવઠા નાયબ મામલતદાર શૈલેષ રાઠોડ તથા મામલતદાર, મોરબી ગ્રામ્ય એ સંયુક્ત રીતે તપાસ કરી તેમની ટીમ દ્વારા આવો ગેરકાયદેસર પેટ્રોલિયમ પેદાશ નો રૂ. ૧૪૨૫૦૦/- ની કિંમતનો ૧૯૦૦ લિટર જથ્થો ઝડપી પાડી આ ગેરકાયદેસર જથ્થો સીઝ કરી તેના સેમ્પલ લઈ ચકાસણી માટે એફ.એસ.એલ. ખાતે મોકલવાના આદેશો આપવામાં આવ્યા છે.

- text