માવઠાની અગાહીને પગલે મોરબી જિલ્લાના ખેડૂતોને સાવધાન રહેવા યાર્ડની સુચના

- text


મોરબી : હવામાન વિભાગ દ્વારા તા. 1 થી 5 માર્ચ દરમિયાન કમોસમી પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં લઈને માર્કેટીંગ યાર્ડમાં પોતાનો માલ વેચવા આવતા ખેડૂત ભાઈઓ તેમજ વેપારીઓને સુચના આપવામાં આવી હતી. જેમાં મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂત ભાઈઓ તેમજ વેપારી ભાઈઓને જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવો તેમજ માલ ઉતરાઈ થઈ ગયા પછી તાલપત્રી ઢાંકી દેવી, જેથી માલનો બગાડ ન થાય. વેપારીઓએ પોતાનો માલ પોતાના ગોડાઉનમાં ખસેડી લેવો. જેવી સુચના સમિતિના ઈન્ચાર્જ સેક્રેટરી દ્વારા આપવામાં આવી છે.

- text

- text