ભુતકોટડા પ્રા.શાળાના શિક્ષકની કામગીરીને મુખ્યમંત્રીએ બિરદાવી

- text


મોરબી : મોરબી જીલ્લાની ભુતકોટડા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાના શિક્ષક ગીતાબેન સાંચલા દ્વારા બાળકોને સરળતાથી કક્કો અને બારક્ષરી યાદ રહી જાય તે માટે સંગીતની સાથે ગાઈને કક્કો અને બારક્ષરી શીખવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ગીતાબેનના આ કાર્યની નોંધ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવામાં આવી હતી અને તેમણે ગીતાબેનને શુભેચ્છા પત્ર મોકલી તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

- text