સૂર્ય અને પૃથ્વીની ગતિના કારણે આવે છે દર ચાર વર્ષે 366 દિવસનું લીપ યર

- text


મોરબી : ગ્રેગોરિયન કેલેન્ડરનું વર્ષ 2024 ચાલી રહ્યું છે અને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ નહિ પણ 29 દિવસ છે. આપણે જાણીએ છીએ કે વર્ષના મહિનાના દિવસ 31 અથવા 30 હોય છે. પરંતુ એક ફેબ્રુઆરી જ એક એવો મહિનો છે, જેના દિવસો 28 કે 29 હોય છે. પરંતુ ચાર વર્ષમાં આવનાર એક ફેબ્રુઆરી મહિનામાં જ 29 તારીખ આવે છે. તેની પાછળ મહત્વનું વૈજ્ઞાનીક કારણ રહેલું છે. આવો તેની પાછળનું કારણ જાણીએ.


સૂર્ય અને પૃથ્વી સાથે જોડાયેલો છે 29 ફેબ્રુઆરીનો ઇતિહાસ

આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. જેમાં 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડનો સમય લાગે છે. પરંતું જ્યારે ગ્રેગોરિયન કલેન્ડરના હિસાબે વર્ષમાં 365 દિવસનો હોય છે. એટલા માટે ચાર વર્ષમાં ફેબુઆરી મહિનામાં 1 દિવસ જોડવામાં આવે છે. સોલાર યર અને કલેન્ડર યરના દિવસોના અંતરને ઓછુ કરવા માટે 4 વર્ષો સુધી દર વર્ષે 6 કલાક જોડાય છે. એટલા માટે ચાર વર્ષે એક વાર લીપ યર આવે છે. જેમાં એક દિવસ જોડવામાં આવે છે. એટલે કે 366 દિવસ હોય છે. અને તેને જ લીપ યર કહેવામાં આવે છે.

અન્ય એક કારણ મુજબ પૃથ્વીને સૂર્યનું ચક્કર લગાવતા 365.242 દિવસ લાગે છે. પરંતુ વર્ષમાં સામાન્ય રીતે 365 દિવસ જ હોય છે. આ વધારાના 0.242 દિવસને પૂરા કરવા માટે 4 વર્ષ જેટલો સમય લાગે છે. જેમાં એક આખો દિવસ જોડી દેવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે દર વર્ષે વધારાના આ 0.242 દિવસ સમયને ગણતરીમાં ન લઈ શકાય. આ સમય 4 વર્ષે 1 દિવસનો સમય બને છે. દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ એક દિવસને જોડી દેવામાં આવે છે, માટે આ વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે.

- text


આ કેલેન્ડરે કરી 29 ફેબ્રુઆરીની શોધ

ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત વર્ષ 1582માં થઈ હતી. આ પહેલા રશિયાનું જુલિયન કેલેન્ડર ચલણમાં હતુ. જેમાં વર્ષમાં 10 મહિના હતા. અને ક્રિસમસ તહેવાર માટે કોઈ નિશ્ચિત દિવસ નહોતો. ક્રિસમસનો એક દિવસ નક્કી કરવા માટે 15 ઓક્ટોબર, 1582માં અમેરિકાના એલોયસિસ લિલિઅસએ ગ્રેગોરિયન કેલન્ડર શરૂ કર્યું. આ કલેન્ડરના હિસાબે જાન્યુઆરી પહેલો મહિનો છે અને વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બરમાં ક્રિસમસ પત્યા પછી આવે છે. આ કેલેન્ડરમાં ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે આવે છે. આ રીતે શરુઆતમાં જ્યારે આ કેલેન્ડર બનાવામાં આવ્યું ત્યારે વર્ષમાં 365 દિવસ જ થાય તેને લઈ ભારે દલીલો થઈ હતી. ઘણી શોધ બાદ આખરે દર 4 વર્ષ બાદ એક દિવસ વર્ષમાં જોડવામાં આવે તો તે 6 કલાકના ગેપનો પૂરો કરી દેશે. જેથી 4 વર્ષ પછી 366 દિવસ થશે પરંતુ બાકીના વર્ષોમાં 365 દિવસના માનવામાં આવશે.


- text