સૌરાષ્ટ્ર યુનિ. ને મળેલી રૂ.100 કરોડની ગ્રાન્ટમાં મોરબીના વતની ડો. મનીષભાઈ ધામેચાનો સિંહફાળો

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન (PM-USHA) યોજના હેઠળ મલ્ટીડીસીપ્લીનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી (MERU) માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ દરખાસ્તને કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપતા હાલમાં રૂ.100 કરોડનું અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈતિહાસમાં આટલી મોટી રકમનું અનુદાન મળ્યું હોય તેવી પ્રથમ ઘટના બની છે.

- text

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને આ યોજના હેઠળ રૂ.100 કરોડની ગ્રાન્ટ મેળવવાની દરખાસ્ત તૈયાર કરવામાં અને ગ્રાન્ટ મળે તે માટે મોરબીના વતની ડો. મનિષભાઈ વૃજલાલભાઈ ધામેચાનો સિંહફાળો રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કેન્દ્ર સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, નવી દિલ્હીના અનુરોધ અનુસાર પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળવા માટે તેમજ ભાગ લેવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર વિસ્તારના મહાનુભાવો, લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સમાપન અને આભારવિધિ ડો. મનિષભાઈ ધામેચા દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રની 26 યુનિવર્સિટીઓને યોજના હેઠળ રૂ.100 કરોડનું અનુદાન મળેલું છે જે 26 પૈકી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો પણ અનુદાન મેળવવામાં સમાવેશ થયો જે યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે.

- text