મોરબી : કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં બાળ વિકાસ માટે તજજ્ઞ તબીબનો કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આગામી તા. 2 માર્ચને શનિવારના સવારે 9 થી 12 વાગ્યા સુધી ગુજરાતના તજજ્ઞ ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે કે.સી.પી.બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી વિશેની સારવાર આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે ડો.મીત્તલ રૈયાણી 9727841107 પર સંપર્ક કરી એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે.

- text