મોરબી એસટી ડેપોના ઈન્ચાર્જ ડેપો ઓફિસરનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબી એસ.ટી.ડેપોમાં ઈન્ચાર્જ ડેપો ઓફિસરની ફરજ બજાવતા વિરપરડા ગામના વતની કાસમભાઈ અબ્દુલભાઈ સુમરા વય નિવૃત્ત થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે મોરબી એસ.ટી.ડેપોના તમામ પદાધિકારીઓ, ડ્રાઈવરો અને કંડક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને કાસમભાઈ સુમરાનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી એસટી ડેપોના હેડ મિકેનીકે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, મોરબી એસટી ડેપો ખુબ જ કંગાળ હાલતમાં અને બંધ થવાને આરે હતું ત્યારે કાસમભાઈ સુમરાએ ડેપોનું સંચાલન સંભાળી ડેપોને ટોપ પર લઈ આવ્યા હતા. આ તકે ઉપસ્થિત સૌ લોકોએ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

- text