29 ફેબ્રુઆરીનો ઇતિહાસ : જાણો.. દેશ–દુનિયામાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ..

- text


મોરબી : આજે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 29 ફેબ્રુઆરી છે. તેમજ ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સવંત 2080, માસ મહા, પક્ષ વદ, તિથિ પાંચમ, વાર ગુરુ છે. લીપ યર ઘણા લોકો માટે ખુબ જ ખાસ પણ હોય છે. જેમનો જન્મદિવસ અને લગ્નની તારીખ 29 ફેબ્રુઆરીએ આવે છે. તેઓને પોતાના આ ખાસ દિવસની ઉજવણી 4 વર્ષે એક વખત કરવા મળે છે. 29 ફેબ્રુઆરીનો ઈતિહાસ પણ ખુબ જ ખાસ છે, આ દિવસે દેશ–દુનિયામાં પણ ઘણી ઘટનાઓ ઘટી છે. જે ઈતિહાસના પાનાઓમાં અમર થઈ ચૂકી છે. તેમજ અનેક પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ પણ છે.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1504 – પશ્ચિમ તરફની પોતાની ચોથી યાત્રા દરમિયાન ક્રિસ્ટોફર કોલંબસ જમૈકામાં ફસાઈ ગયા હતા. જ્યારે તેમની પાસે ખાવાપીવાની વસ્તુઓ ખતમ થઈ ગઈ, ત્યારે તેમણે આ દિવસે લોકોને ચંદ્રગ્રહણથી ડરાવી પોતાના સાથીઓ માટે ખાવાની વ્યવસ્થા કરી હતી.

1744 – ‘રોયલ સોસાયટી ઓફ લંડન‘ના સભ્ય જ્હોન થિયોફિલસ ડેજાગ્યુએલિયેનું નિધન થયુ હતું.

1780 – બેંજામિન ફ્રેંકલિને ‘ઓમિક્રાન ડેલ્ટા ઓમેગા સહ–એડ બિરાદરી‘ની સ્થપના કરી.

1796 – અમેરિકાના રાષ્ટ્રપતિએ સંધિના અમલની જાહેરાત કરી હતી, ત્યારબાદ બ્રિટન સાથે અમેરિકાના કેટલાય વિવાદોનો અંત આવ્યો હતો.

1856 – રશિયા અને તુર્કી વચ્ચે યુદ્ધ વિરામ થયું.

1896 – ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મદિવસ.

1904 – ‘ભરતનાટ્યમ‘ના જાણીતા નૃત્યાંગના રુક્મણિ દેવી અરુંડેલનો જન્મદિવસ.

1940 – હોલિવુડ અભિનેત્રી હૈતી મૈકડેનિયલે ફિલ્મ ‘ગોન વિથ ધ વિંડ‘ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ જીત્યો. તેઓ આ પુરસ્કાર જીતનારી પ્રથમ આફ્રિકી અમેરીકન અભિનેત્રી બન્યા.

- text

2000 – ભારત સરકારે સેનાના ખર્ચમાં 28.2 ટકાનો વધારો કર્યો, સાથે જ કાયમી સરકારી નોકરીઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી.

2004 – ઓસ્કર એવોર્ડ્સમાં ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ; ધ રીટર્ન ઓફ ધ કિંગ‘ ફિલ્મે બધાના રેકોર્ડ તોડી 11 પુરસ્કારો જીત્યા.

2008 – પાકિસ્તાનના પેશાવરમાં આતંકવાદી હુમલામાં 44 લોકોના મોત થયા હતા.

2016 – પાકિસ્તાનમાં મુમતાઝ કાદરીને પંજાબના ઉદારમતવાદી રાજ્યપાલ સલમાન તાસીરની હત્યા કરવા બદલ રાવલપિંડીની અડિયાલા જેલમાં ફાંસી આપવામાં આવી. વર્ષ 2011માં કાદરીએ ઈસ્લામાબાદના એક બજારમાં તાસીરને 28 ગોળીઓ મારી તેની હત્યા કરી હતી.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1896 – મોરારજી દેસાઈ, ભારતના છઠ્ઠા વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની. (અ. ૧૯૯૫)

1952 – અશોક દવે, ગુજરાતી હાસ્યલેખક અને કટારલેખક

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1976 – હરિદાસ દત્ત, બંગાળી ક્રાંતિકારી (જ. ૧૮૯૦)

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text