ઉમદાકાર્ય : ખોખરા હનુમાનધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના 

- text


જે બાળકોને જવાબદારીપૂર્વક સંભાળનાર કોઈ ન હોય તેઓનો નિવાસ, ભોજન, અભ્યાસ સહિતની સુવિધા સાથે ઉછેર સદ્વગુરુ વાત્સલ્ય વાટીકા કરશે

મોરબી : ખોખરા હનુમાનધામના પરિસરમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત “સદ્વગુરુ વાત્સલ્ય વાટીકા”માં કરવામાં આવેલ છે.

- text

સંસ્થા દ્વારા આ બાળકો માટે, વિનામુલ્યે સર્વાંગી વિકાસના હેતુથી આવા બાળકોની અઢાર (૦ થી ૧૮)વર્ષ સુધીની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે સંસ્થાના મોબાઈલ નંબર 9904955552 અથવા 9898255055 ઉપર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

- text