વધુ એક રાજીનામું : મોરબી જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મુકેશભાઈ ગામીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા મુકેશભાઈ ગામીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું મોકલ્યું છે. મુકેશભાઈ ગામીએ જણાવ્યું છે કે, હાલ તેઓ કોંગ્રેસ પક્ષમાં તમામ હોદ્દા પરથી અને પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે. સાથે તેમણે પક્ષના આગેવાનો અને પક્ષના તમામ કાર્યકરોનો સાથ સહકાર બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે.

- text

- text