મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત 

- text


મોરબી : મોરબી નજીકના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લિખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

વીરપર મચ્છુના રહેવાસી સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, શનાળા ગામે ભગડા મામા ચાર રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. જેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અકસ્માતો પણ અવારનવાર થાય છે. ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ જેવા આકસ્મિક વાહનો પણ ફસાઈ જતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે ભગડા મામા ચાર રસ્તા ખાતે ઓવરબ્રીજ બનાવવાની ખાસ જરૂરિયાત હોય વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

- text