બહેનોને બાળપણ યાદ આવી જશે : બાળવન ક્રીડાંગણ દ્વારા 25મીએ મહિલાઓનો રમત ગમત કેમ્પ

 

બહેનોને ફિટ રાખવા સેવાકીય આયોજન : દરેક વર્ગની બહેનો વિનામૂલ્યે ભાગ લઈ શકશે : વિજેતા થનાર મહિલાઓને યોગ્ય પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આજે દરેક ક્ષેત્રેમાં શક્તિ સ્વરૂપા નારી શક્તિ પુરુષ કરતા પણ આગળ છે. મોભાદાર સ્થાન ધરાવે છે. પણ નોકરી અને ઘરની જવાબદારીના બે મોરચે લડવામાં પોતાના શરીર પ્રત્યે કાળજી લેવા માટે સમય મળતો ન હોય ત્યારે મોરબીમાં સ્ત્રી સશક્તિકરણની દિશામાં બાળવન ક્રીડાંગણે આગવી પહેલ કરી મહિલાઓ પોતાના શારીરિક તંદુરસ્તી માટે પણ જાગૃત રહે એ માટે માત્ર મહિલાઓ માટે જ રમત ગમત કેમ્પનું અયોજન કર્યું છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ પર ફ્લોરા 158ની બાજુમા ક્રિષ્ના સ્કૂલની સામે વિશાળ જગ્યામાં મોબાઈલની ગેમમાં મશગુલ હાલના શૈશવકાળને ખરી મજા આપવા માટે સુંદર મજાનું બાળવન ક્રીડાંગણ બનાવવામાં આવ્યું છે. આ બાળવન ક્રીડાંગણ દ્વારા બાળકોની સાથે હવે સ્ત્રી સશક્તિકરણની દિશામાં પહેલ કરી મહિલાઓ પણ પોતાના શરીરને એકદમ ચુસ્ત અને ફિટ તંદુરસ્ત રાખવા માટે જાગૃત બને એ માટે આગામી 25 ફ્રેબ્રુઆરીએ રવિવારે માત્ર દરેક વર્ગની મહિલાઓ માટે એકદમ વિનામૂલ્યે રમત ગમત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વિજેતા થનાર મહિલાઓને યોગ્ય પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે અને આ કેમ્પમાં ભાગ લેવા માટે તા.23 સુધીમાં મો.નં.9825677901 ઉપર મહિલાઓને રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો રજિસ્ટ્રેશન કરાવી આ રમત ગમતમાં ભાગ લેવા મોરબીની દરેક બહેનોને અપીલ કરવામાં આવી છે.

બાળવન ક્રીડાંગણ
ક્રિષ્ના સ્કૂલ સામે,
ફ્લોરા 158ની બાજુમાં,
રવાપર-ઘુનડા રોડ, મોરબી
રજિસ્ટ્રેશન માટે
મો.નં.9825677901