ઓમશાંતિ વિદ્યાલયના આચાર્યના જન્મદિવસની અનોખી ઉજવણી

- text


૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓના દાતના ચેકઅપ માટે કેમ્પ યોજી જન્મદિનને યાદગાર બનાવાયો 

મોરબી : ઓમશાંતિ વિદ્યાલય (ટી.ડી.પટેલ સંચાલિત), મોરબીમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત છે. આજે આ વિદ્યાલયના આચાર્ય સંજયભાઈ વિરડીયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેઓ ઓમશાંતિ વિદ્યાલયમાં છેલ્લા ૨૫ વર્ષથી સવારપાળી તેમજ બપોરપાળી, ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

સંજયભાઈ વિરડીયા શિક્ષણમાં સતત નવી પધ્ધતિ અને શિક્ષણને રસમય બનાવવાના પ્રયાસો, પ્રેક્ટીકલી કરવાની વિચારસરણી ધરાવતા વ્યકિત છે. ‘શિક્ષક આજીવન વિદ્યાર્થી છે’ આ સૂત્રને સાર્થક કરવા શિક્ષકો સાથે કાયમ શિક્ષણમાં શું કરવાથી વિદ્યાર્થી શિક્ષણમાં રસ લે તેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપે છે. સંજયભાઈ વિરડીયા જાતે ક્લાસમાં જઈ વિદ્યાર્થીમાં શું ખૂબી છે અને શું ખામી છે તેનુ અવલોકન કરી, જે વિદ્યાર્થીઓમાં ખૂબી હોય જેમ કે સંગીતમાં, ગાયનમાં અલરલેખનમાં ચિત્રમાં, ભાષામાં, વકત્વયમાં વગેરેમાં ટેલેન્ટ હોય તેનો વિડીયો બનાવી બાળકોને પ્રોત્સાહિત કરે છે. અને જે બાળકો ભણવામાં નબળા હોય તેને શાળામાં ફ્રી ટયુશન કલાસીસ એટલે કે સવારપાળીના ભાળકોને બપોરે અને બપોરપાળીના બાળકોને સવારે બોલાવી પોતાની દેખરેખ હેઠળ એકસ્ટ્રા ફ્રી શિક્ષકો પાસે ભણાવે છે.

તેઓ ટેન્શન વગરની ટેસ્ટ આવા અનેક નવતર પ્રયાસો શિક્ષણમાં સતત કરે છે. જેના જન્મદિવસને શાળાના શિશુમંદિરના બાળકો દ્વારા તિલક કરીને સ્વાગત કરીને સાદાઈથી ઉજવવામાં આવેલ હતો. અને જન્મદિવસ નિમિતે ભાળકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને ડૉ. ભોરણીયાની ટીમ દ્વારા બાળકોના દાંત ચેકઅપ કરવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં આશરે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને તપાસવામાં આવેલ હતા. આ વેળાએ શાળાના ટ્રસ્ટી ટી.ડી. પટેલ, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્ય સંજયભાઈ વિરડીયાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ હતી.

- text

- text