સર્વોદય એજ્યુકેશન સોસાયટીનો સાંસ્કૃતિક અને પ્રતિભા સન્માન કાર્યક્રમ સંપન્ન

- text


મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટીનો સાંસ્કૃતિક અને પ્રતિભા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગત વર્ષમાં સંસ્થાની ત્રણેય કોલેજ જી.જે. શેઠ કોમર્સ કોલેજ , યુ.એન. મહેતા આર્ટસ કોલેજ અને એમ.એમ. સાયન્સ કોલેજ તથા ત્રણે હાઈસ્કૂલ એન.જી. મહેતા હાઈસ્કુલ, એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ, તથા રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા. જેમાં ગુજરાતની સંસ્કૃતિ વ્યસન મુક્તિ સમાજ સુધારણા અને દેશપ્રેમના પ્રોગ્રામો રજૂ કરવામાં આવ્યા.

- text

આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અધ્યક્ષ સ્થાને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા ઉપસ્થિત રહેલ તથા મુખ્ય મહેમાનોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડો.નિકેશ શાહ ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત સર્વોદય એજ્યુકેશન સોસાયટીનાના મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી અરૂણભાઇ વોરા, દેવાંગભાઈ દોશી તથા ભાવેશભાઈ શાહ ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત નવીનભાઈ દોશી, કલ્પેશભાઈ ઘોઘાણી ખાસ ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમના કોઓર્ડીનેટર તરીકે ડો. ગરમોરા સાહેબે પોતાની સેવા આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપાલીબેન આડેસરાએ કરેલ હતું.

- text