મોરબીના ડો. મંજુ સાગઠિયાની સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ કમિટીમાં નિમણૂક

- text


મોરબી : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનેક શોધપત્ર રજૂ કરનાર મોરબીના ડો. મંજુ સાગઠિયાની આગામી ત્રણ વર્ષ માટે સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે.

મોરબીના ડો. મંજુ સાગઠિયાએ ‘કુન્દનિકા કાપડિયાની નવકકથાઓ’ વિષયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાંથી એમ.ફિલ. તેમજ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત નવલકથાઓ વિશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ત્યાર બાદ યુજીસી ન્યુ દિલ્હી દ્વારા પોસ્ટલ ડોકટરલ ફેલોશીપ અંતર્ગત તેમણે ‘ગુજરાતી દલિત સાહિત્યનો ઇતિહાસ’ વિષયમાં મહત્વપૂર્ણ શોધપ્રબંધ પૂર્ણ કર્યો છે. ગુજરાતી સાહિત્યના વિવિધ સામયિકોમાં એમના શોધલેખ પ્રકાશિત થયા છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારમાં શોધપત્રો પ્રસ્તુત કર્યા છે.

- text

નારીચેતના, દલિતચેતના એમના અધ્યયનના મુખ્ય ક્ષેત્રો રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સાવિત્રીબાઈ ફુલે મહિલા, કલા, સાહિત્ય એવોર્ડ કમિટીમાં એમની ત્રણ વર્ષ માટે નિમણૂક થઈ છે. આ બદલ સામાજિક સંગઠનો, સાહિત્યિક અને શિક્ષણિક સંસ્થાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- text