મોરબીમાં વ્યાજખોરે મજબુર યુવાનનું છોટા હાથી પડાવી લીધું

- text


મોરબી : મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી પાસા સહિતના આકરા પગલાં લેતી હોવા છતાં વ્યાજખોરો સુધરતા ન હોવાના ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના માત્ર રૂપિયા 25 હજાર વ્યાજે લેનાર યુવાનનું છોટાહાથી પડાવી લઈ ઊંચું વ્યાજ માંગતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ઝૂંપડામાં રહેતા અમિતભાઇ રમેશભાઈ કાનાણી ઉ.19 નામના યુવાને નાણાકીય જરૂરત પડતા આરોપી ભોલુ જારીયા રહે.રવાપર રોડ વાળા પાસેથી રૂપિયા 25000 વ્યાજે લઈ બદલામાં પોતાનું છોટાહાથી ટાટા મેકસી ગીરવે મૂક્યું હતું. જે બાદ અમિતભાઈએ પોતાનું વાહન પરત માંગતા આરોપી ભોલું જારીયાએ રૂપિયા 35 હજારની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડર્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text