મોરબીમાં મકાનમાં ભેદી ધડાકા બાદ ઘટના સ્થળનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય કાંતિલાલ

- text


 

મોરબી : મોરબીમાં દલવાડી સર્કલ નજીક ઉમા રેસીડેન્સી 2માં ભેદી બ્લાસ્ટ થયો હતો. જેને પગલે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અહીંની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સી-2 નામની સોસાયટીમાં કાનાભાઈ મગનભાઈ ગરચરના મકાનમાં સવારે 9.30 કલાકના અરસામાં ભેદી ધડાકો થતા આજુબાજુના અનેક મકાનો આ બ્લાસ્ટની ચપેટમાં આવી ગયા હતા. આ બનાવમાં કાનાભાઈ મગનભાઈ ગરચર ઉ.30, વૈશાલીબેન દેવયતભાઈ ગરચર ઉ.28 અને અઢી વર્ષની દીકરી ક્રિશા કાનાભાઈ ગરચરને ઇજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

- text