વાંકાનેર નજીક તસ્કરો કારખાનમાંથી આખે આખી તિજોરી ઉપાડી ગયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાંથી હિમતવાળા તસ્કરો 1.94 લાખ રૂપિયા ભરેલ આખે આખી તિજોરી જ ઉઠાવી જતા આ ચોકાવનારા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગત મુજબ લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડકટ નામના કારખાનામાં ત્રાટકેલા તસ્કરોએ કારખાનાની દીવાલ કૂદીને ઓફીસની બારીના લોખંડના સળીયા કાપી ઓફીસમાં રોકડા રૂપિયા 1.94 લાખ ભરેલ આખે આખી તિજોરી ચોરી કરી લઇ જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કારખાના માલિક કૌશલભાઇ રમણિકભાઇ જયસ્વાલ રહે.શક્તિ પ્લોટ, શેરી-૯, મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text