ટંકારાની લજાઈ ચોકડી નજીક અજાણ્યા વાહન હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા – મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક ગત તા.18 જાન્યુઆરીના રોજ મૂળ કચ્છ અને હાલમાં ટંકારાના લગધીરગઢ ગામે ખેત મજૂરી કરતા નાનજીભાઈ વાઘેલા નામના આધેડના બાઇકને અજાણ્યા વાહને ઠોકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા નાનજીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર રજનીભાઇ નાનજીભાઈ વાઘેલાએ ટંકારા પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text