મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું બાંધકામ શરૂ

- text


ધારાસભ્ય દેથરીયાની રજુઆત ફળી

મોરબી : ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆત બાદ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 400 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. ત્યારે શાળા PM SHREE પ્રોજેકટ માટે પસંદ થયેલ હોય શાળામાં ગર્લ્સ ટોયલેટની ખાસ જરુર હતી. આ અંગે શાળાના આચાર્ય, સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, ગ્રામજનો અને વાલીઓએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજુઆત કરતા આઠ ખાના ધરાવતું સ્વચ્છતા સકુંલ મંજુર થતા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા બાંધકામની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગ્રામજનોએ, સમિતિના સભ્યોએ,શાળા પરીવારે દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text