મોરબીના નવા બસસ્ટેન્ડમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો

- text


મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડના પાર્કિગમાંથી રૂપિયા 40 હજારના બાઇકની ચોરી કરનાર શખ્સને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ઝડપી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ કલ્પેશભાઈ બળવંતરાય જયસ્વાલ, રહે. રઘુવીર સોસાયટી નવા બસસ્ટેન્ડ વાળાની માલિકીનું રૂપિયા 40હજારની કિંમતનું બાઇક નવા બસસ્ટેન્ડના પાર્કિગમાં પાર્ક કરેલું હતું જે ચોરી થતા ફરિયાદના આધારે પોલીસે આરોપી રાહુલભાઇ ભીમાભાઇ સીપણોદા, રહે. વીસીપરા સ્મશાન પાસે મોરબી વાળાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text