મોરબીના યદુનંદનપાર્કમાંથી દારૂ બિયરના જંગી જથ્થા સાથે એક ઝડપાયો

- text


પોલીસે વિદેશી દારૂની 252 બોટલ,બિયરના 60 ટીન સહિત કુલ 1.05 લાખનો મુદામાલ જપ્ત કર્યો 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદનપાર્ક-1માં રહેણાંક મકાનમાં મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂ તથા બિયરનો જંગી જથ્થો ઝડપી લઇ એક આરોપીને અટકાયતમાં લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે મોરબીના શનાળા રોડ યદુનંદપાર્ક-1 માં રહેતા મહિપતસિંહ જાડેજાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 252 બોટલ તથા બિયરના 60 ટીન કિમત રૂપિયા 1,05,720 સાથે આરોપી મહિપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, રહે. શનાળા રોડ યદુનંદનપાર્ક-1 મૂળ રહે.પીઠડ, તા.જોડિયા વાળાને ઝડપી લઇ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text