મોરબીની આંગડિયા પેઢીમાં જુગારની મહેફિલ માણતા પાંચ પકડાયા

- text


જુના બસ સ્ટેન્ડ નજીક ધરતીટાવરમા આંગડિયા પેઢી સાથે જુગાર કલબ ધમધમતી હતી

મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક આવેલ ધરતી ટાવર બિલ્ડિંગમાં આંગડિયા પેઢીની સાથે સાથે જુગાર કલબ શરૂ થઈ હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગારની મહેફિલમાં બેઠેલા પાંચ શખ્સોને 1.03 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક સરદાર રોડ ઉપર આવેલ ભવાની એક્સપ્રેસ નામની આંગડિયા પેઢીના સંચાલક એવા મૂળ મહેસાણાના અને હાલમાં આલાપ રોડ ઉપર શિવરંજની એપાર્ટમેન્ટમા રહેતા આરોપી મહેશ રમણલાલ પટેલે પોતાની પેઢીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગારની મહેફિલ માણી રહેલા આરોપી મહેશભાઇ રમણલાલ પટેલ, રહે.મોરબી આલાપરોડ શીવરંજની એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૧ મુળ રહે.બલોલ તાજી.મહેસાણા, ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર, રહે.મોરબી શનાળારોડ, ડાર્વીન એપાર્ટમેન્ટ ફલેટ નં.202 મુળ રહે.નોરતા તા.જી.પાટણ, દીલીપભાઇ રામાભાઇ પટેલ, રહે.મોરબી ધરતીટાવર મણીલાલ મગનલાલની ઓફીસમા મુળરહે.બોદલા તા.જી.મહેસાણા, સંજયકુમાર અંબાલાલ પટેલ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર સોસાયટી મુળ રહે.સોપાડા તા.વિજાપુર જી.મહેસાણા અને ભાવેશકુમાર ચંદુલાલ પટેલ, રહે.મોરબી વાવડીરોડ ઉમીયાપાર્ક સોસાયટી મુળ રહે.બોદલા તા.જી.મહેસાણા વાળાને રોકડા રૂપિયા 1.03 લાખ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text