હળવદમાં માનસિક અસ્થિર યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

- text


દુષ્કર્મનો વિડીયો ઉતારનાર આરોપીના મિત્રને શંકાનો લાભ આપી છોડી મુકાયો : પીડિતાને રૂ.૨.૬૦ લાખનું વળતર ચૂકવવા આદેશ

હળવદ : હળવદમાં સવા ત્રણ વર્ષ પૂર્વે અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે. જ્યારે દુષ્કર્મનો વિડીયો ઉતારનાર આરોપીના મિત્રને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સવા ત્રણ વર્ષ પૂર્વેમહેન્દ્રભાઈ ઉર્ફે કાળીયો ગંગારામભાઈ રાઠોડ, ઉ.વ. ૨૩, રહે.નવા દલીતવાસ, બસ સ્ટેન્ડ પાછળ, હળવદવાળાએ અસ્થિર મગજની યુવતીને ઉઠાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વેળાએ હરેશભાઈ ઉર્ફે હરી નવધણભાઈ જાદવ, ઉ.વ. ૨૮, રહે. નરસીપરા, ધાંગધ્રા, હાલ રહે. સંજીવની પાર્ક, હળવદવાળાએ તેમના મોબાઈલમાં વિડીયો ઉતારી તેને વાયરલ કર્યો હતો. આ મામલે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જે કેસ એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નીરજ ડી. કારીઆની વકીલો ધ્યાને રાખી કોર્ટે મહેન્દ્રભાઈ ઉર્ફે કાળિયો ગંગારામભાઈ રાઠોડને તકસીરવાન ઠેરવીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/- નું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. જો વળતર ન ચૂકવે તો વધુ ૬ મહિનાની સજા ફરમાવી છે. અન્ય આરોપી હરેશભાઇ ઉર્ફે હરિ નવઘણભાઈ જાદવને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકેલ છે.

- text

વધુમાં ભોગબનનારને કોર્ટે રૂા.૨,૫૦,૦૦૦/- તેમજઆરોપી જે દંડની રકમ રૂા. ૧૦,૦૦૦/- ભરે તે મળી કુલ રૂા. ૨,૬૦,૦૦૦/- વળતર પેટે ચુકવી આપવા જિલ્લા કાનુની સેવા સતા મંડળને હુકમ કર્યો છે.

- text