મૂળ મોરબીના શિવાનીબા ઝાલાનો મતદાન જાગૃતિનો વિડીયો રાજ્યમાં બીજા નંબરે

- text


જોઇન્ટ ચીફ ઈલેકટોરલ ઑફિસર દ્વારા સર્ટિફિકેટ સાથે રૂ.૧૧ હજારનો પુરસ્કાર અપાયો

મોરબી : મૂળ મોરબીના હાલ ભાવનગર નિવાસી કલ્પેશસિંહ ઝાલા જેઓ એમ. કે.ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમના સાત વર્ષનાં દિકરી શિવાનીબા ઝાલા જે પહેલા ધોરણમાં ભણે છે. તેમના મતદાન જાગૃતિના વિડીઓને રાજ્ય કક્ષાએ બીજો નંબર મળ્યો છે.

ચીફ ઈલેકટોરલ ઑફિસ ગૂજરાત દ્વારા ડિજીટલ કન્ટેન્ટ કોમ્પિટીશનમાં શિવાનીબા ઝાલાનો મતદાન જાગૃતિનો વિડિઓ પસંદગી થતાં રાજ્ય કક્ષાએથી બીજા નંબરે આવતા આજ રોજ ગુજરાત લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મતદાન જાગૃતિના રાજ્ય કક્ષાના કાર્યક્રમમા ગૂજરાત રાજ્યના રાજ્યપાલની હાજરીમાં અશોક પટેલ – જોઇન્ટ ચીફ ઈલેકટોરલ ઑફિસર દ્વારા સર્ટિફિકેટ આપી તેમને રૂ. ૧૧,૦૦૦નો પુરસ્કાર આપવામા આવ્યો હતો. આ તકે ભાવનગર કલેકટરે શિવાનીને આવવા જવાની વ્યવસ્થા માટે સરકારી ગાડી ફાળવી અને સાથે બે કર્મચારી મોકલ્યા હતા.

- text

- text