મોરબીમાં મહિલા બુટલેગરના મોટર સાયકલમાંથી દારૂની દસ બાટલી પકડાઈ 

- text


સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર સ્વામિનારાયણ પાર્કમાંથી 50 હજારના જ્યુપિટર મોટર સાયકલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો 

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્કમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે દરોડો પાડી મહિલા બુટલેગરના મોટર સાયકલમાંથી દારૂની દસ બાટલી પકડી પાડી રૂપિયા 50 હજારના જ્યુપિટર મોટર સાયકલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્કમાં રહેતી મહિલા આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરાના રૂપિયા 50 હજારની કિંમતના જ્યુપિટર મોટર સાયકલમાં વેચાણ માટે દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા જ્યુપિટરમાંથી રોયલ સ્ટગ સુપરીયર વ્હિસ્કીની 7 બોટલ અને બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની 3 બોટલ સહિત કુલ રૂપિયા 5085ની કિંમતની વિદેશી દારૂની 10 બોટલ મળી આવતા પોલીસે 50 હજારનું મોટર સાયકલ સહીત 55,085નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે રેઇડ દરમિયાન મહિલા આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરા હાજર નહીં મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text