નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું, એ ઇતિહાસનો સૌથી મોટું અનુત્તરીત રહસ્ય

- text


આજે પરાક્રમ દિવસ : નેતાજીના હુલામણા નામથી ઓળખાતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી

નેતાજી દ્વારા આપવામાં આવેલું “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું

મોરબી : તા. 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે. જેને પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્રણી ભારતીય રાષ્ટ્રવાદી નેતાજી સુભાષચંદ્ર બોઝએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય સેના (આઝાદ હિંદ ફોજ)ના વડા અને આઝાદ હિંદ સરકારના સ્થાપક-વડા હતા.

સુભાષચન્દ્ર બોઝ (બંગાળી : સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ)નો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ થયો હતો. તેઓ નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતી. તેમના દ્વારા આપવામાં આવેલું “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી, નેતાજીને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો. 18 ઓગસ્ટ, 1945ના રોજ નેતાજી હવાઈ જહાજથી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યારબાદ તેઓ કોઇને ક્યારેય નજર ન આવ્યા.

23 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયાને ખબર આપી, કે 18 ઓગસ્ટ, 1945ના રોજ, નેતાજીનું હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા, નેતાજીને અસ્પતાલમાં લઈ જવાયા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો. દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા. એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન રહ્યા. પછી નેતાજીની અસ્થિને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી.

- text

સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયું. બંને વખત એ તારણ નીકળ્યું કે નેતાજી વિમાન દુર્ઘટનામાં જ અવસાન ગયા હતા. પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી. એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો આ બંને આયોગોની વાત જ નહોતી કરેલી.

1999માં મનોજકુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું. 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ન હતું. 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી. જેમાં એમને કહ્યું કે નેતાજીનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થવાનું કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. 18 ઓગસ્ટ , 1945ના દિવસ પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું, આ ભારતના ઇતિહાસનો સૌથી મોટું અનુત્તરીત રહસ્ય બની ગયું છે.

નેતાજીના ગુમ થયાના લગભગ ૫ મહિના બાદ રંગૂનમાં નેતાજી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર ભારતમાં પણ નેતાજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આ દિવસે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ત્રિપુરા અને આસામમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. નેતાજીની ૧૨૫મી જન્મજયંતી પર ૨૦૨૧માં પ્રથમ વખત તેમની જયંતી પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવી હતી.

- text