ઉત્તરાયણના અવશેષો ! મોરબીમાં જીવદયા ગ્રુપે પતંગ દોરાની બે ટન ગુંચ એકત્રિત કરી નિકાલ કર્યો

- text


શાળાના 30 બાળકોના સહકારથી ઘેર ઘેર ફરી દોરીની ગુંચ એકત્ર કરી

મોરબી : આભે ઉડવાની એક દિવસની મજામાં પતંગ રસિયાઓ નિર્દોષ પક્ષીઓ માટે જીવનું જોખમ ઉભું કરતા હોય છે અને ખાસ કરીને ઉત્તરાયણ બાદ અવશેષો રૂપે પતંગ દોરાની ગૂંચ જ્યાં ત્યાં ફેકતા હોય આવી ગૂંચને કારણે પંખીઓની પાંખ અને પગમાં દોરો ફસાઈ જતો હોય છે જેથી મોરબીના જીવદયા ગ્રુપે મોરબીના ઘેર ઘેર ફરી આવી 2000 કિલોગ્રામ એટલે કે 2 ટન ગૂંચ એકત્ર કરી નિકાલ કર્યો હતો.

- text

મોરબી શહેરમાં મકરસંક્રાંતિ પર્વ પતંગની મજા માણ્યા બાદ જાહેર માર્ગ ઉપર, અગાસીઓમાં, વીજ પોલ તેમજ અન્ય જગ્યાઓ ઉપર દોરાની ગૂંચ ન પડી રહે તે માટે જીવદયા ગ્રૂપ મોરબી દ્વારા શાળાના 30 બાળકોને સાથ સહકારથી શહેરભરમાં ઘેર ઘેર ફરી અલગ અલગ વિસ્તારમાંથી 2000 કિલોગ્રામ એટલે કે 2 ટન દોરાની ગૂંચ એકત્રિત કરી પક્ષીઓ કે ગૌવંશને નુકશાન ન પહોંચે તે હેતુથી દોરાનો યોગ્ય નાશ કર્યો હતો અને હજુ પણ આ અભિયાન ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text