રંગપર(બેલા) ગામે જખરી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે 

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામમાં સમસ્ત દફતરી-મહેતા કુંટુંબના કુળદેવી શ્રી જખરી માતાજીનું મંદિર બનાવવાનો સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આ નવનિર્મિત મંદિરના સંપન્ન સમારોહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

કાર્યક્રમ અંતર્ગત તા. 26ને શુક્રવારે જખરીમાંના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞના મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રી ધર્મેશભાઈ જોષી (સંસ્કૃત વિશારદ) રહેશે. નવચંડી યજ્ઞની શરૂઆત સવારે 7 કલાકે યજ્ઞ પ્રારંભથી થશે ત્યારપછી સવારે 10 કલાકે ધ્વજા રોહણ તથા કળશ સ્થાપના કરવામાં આવશે. તેમજ સવારે 10:30 કલાકે દાતાઓનું બહુમાન, તકતીનું અનાવરણ કરવામાં આવશે. બપોરના 12:39 કલાકે બીડુ હોમાશે અને યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બપોરના 1 કલાકે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે અને બપોરના 3 કલાકે કુંટુંબ મિલનનો કાર્યક્રમ પણ યોજાશે. મંદિર નિર્માણના મુખ્ય દાતા હસુમતીબેન જયસુખલાલ દફતરી પરિવાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર દફતરી-મહેતા પરિવારના દરેક કુટુંબીજનોને ઉપસ્થિત રહેવા શ્રી જખરી માતાજી મંદિર નવનિર્માણ કમિટિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text