મોરબીના લાતીપ્લોટ અને લીલાપર રોડ ઉપરથી દારૂની બાટલી સાથે બે શખ્સ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે અલગ અલગ બે કાર્યવાહીમાં વિદેશી દારૂની બે બોટલ સાથે બે યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ કાર્યવાહીમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાતીપ્લોટમાં લુકસ ફર્નિચર પાછળની શેરીમાંથી આરોપી અફઝલ અજીતભાઈ ચૌહાણને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં પોલીસે લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી આરોપી સીરાજ રાજુભાઇ સુમરા રહે.વજેપર, મોરબી વાળાને રૂ.40 હજારના એક્સેસ મોટર સાયકલમાં મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ રૂપિયા 40,375નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text