મોરબી જિલ્લાની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ પ્રકૃતિ અભ્યાસ માટે હિંગોળગઢ અને વેળાવદરના પ્રવાસ કર્યો

- text


મોરબી : ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને ગીર ફાઉન્ડેશન દ્વારા મોરબી જિલ્લાના કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે સસ્ટેનેબલ લાઇફ સ્ટાઇલ પ્રેકટીસ અંગેની તાલીમ માટે હિંગોળગઢ અભયારણ્ય તેમજ વેળાવદર કાળિયાર અભ્યારણ્યની મુલાકાતે ગયા હતા.

ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એનવાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાના ભાગરૂપે ગ્રીનિંગ ટેકનિક્સ, ઓર્ગેનિક ફાર્મિંગ તેમજ સ્થાનિક જૈવિક વિવિધતા અને ખાસ કરીને જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ અંગે સમજ કેળવી તેના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વને સમજવા જેવી બાબતોને સાંકળી લેતી તાલીમનું આયોજન કરાયું હતું.

આ પ્રવાસ અંતર્ગત પ્રથમ દિવસે પ્રકૃતિ જીવન અનુલક્ષી અલગ અલગ વિષયો પર માર્ગદર્શન સેમિનાર અને રાત્રે મનોરંજક કાર્યક્રમ અને બીજા દિવસે વિશ્વ વિખ્યાત

વેળાવદર કાળિયાર હરણ અભ્યારણ્યની મુલાકાત લેવામાં આવેલ હતી. વધુમાં મોરબી જિલ્લામાંથી છ કોલેજ પૈકી દરેક કોલેજના 15 – 15 વિદ્યાર્થીઓ અને એક એક અધ્યાપક મળી કુલ 96 સભ્યો સામેલ થયા હતા.

વધુમાં યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ તથા નવયુગ કોલેજ મોરબી અને વાંકાનેર દોશી કોલેજ દરેકના 15 ભાઈઓ ઉપરાંત જે. એ. પટેલ મહિલા કોલેજ, આર. ઓ. પટેલ મહિલા કોલેજ અને પી. જી. પટેલ કોલેજ મોરબી દરેકના 15 બહેનો એમ બે બસ દ્વારા તાલીમ પ્રવાસમાં તાલીમાર્થીઓ હિંગોળગઢ ખાતે ગયા હતા અને સાડા ચાર હજાર વીઘામાં વિવિધ વૃક્ષો ધરાવતા વનનું સૌ પ્રથમ ટ્રેકિંગ કરી વિવિધ વૃક્ષો અને તેની લાક્ષણિકતા અને ઉપયોગીતાની માહિતી આપવામાં આવેલ હતી. અહીં તજજ્ઞો દ્વારા સામાન્ય જંગલો અને આ જંગલની ઊંડાણપૂર્વકની સમજૂતી આપવામાં આવેલ બાદમાં મિયાવાકી એટલે કે ‘છોડની એકદમ નજીક છોડ’ વાવેતર વનની મુલાકાત કરવામાં આવેલ અને તેની વિશિષ્ટતા પણ જણાવવામાં આવેલ હતી.

પ્રવાસ દરમિયાન તમામ સ્ટુડન્ટને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને નજીકમાં આવેલ પ્રાકૃતિક ખેતી વાડીની મુલાકાત કરવામાં આવેલ જ્યાં મગફળીનું પીલાણ કરતી તેલ મીલ, મરચાની ખેતી અને અન્ય પ્રાકૃતિક ખેતીનું તથા પ્રાકૃતિક ઉપચારનું નિદર્શન કરવામાં આવેલ. અને રાત્રે યુ. એન. મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ગીતોની રજૂઆત કરવામાં આવેલ હતો.

- text

પ્રવાસના બીજા દિવસે તાલીમાર્થીઓને કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની મુલાકાત કરવવામાં આવી હતી જ્યાં તજજ્ઞ સ્ટાફ દ્વારા તાલીમાર્થીઓને અભયારણ્યનું જ્ઞાન આપવામાં આવેલ જેમાં ખાસ કરીને કાળિયારની ઐતિહાસિક વિશિષ્ટતા વિગતવાર સમજાવવામાં આવી હતી અને પ્રાણીઓની તથા પક્ષીઓની અન્ય જાતિઓ વિશે પણ સમજ કરવવામાં આવી હતી.

- text